Advertisement

Soil Health Card Day is being observed | Evening News | 19-02-2020

Soil Health Card Day is being observed | Evening News | 19-02-2020 1.ખેડૂતોની આવક બમણી કરવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય-પ્રધાનમંત્રી વીમા યોજના બનાવાઈ સ્વૈચ્છિક-લોન લેનાર ખેડૂતોને વીમો લેવો મરજીયાત-સાથે જ ખેડૂતોના ઉત્પાદનને વેગ મળી રહે તે માટે આખા દેશમાં 10 હજાર ખેડૂત ઉત્પાદન સંઘ કરાશે તૈયાર -શ્વેત ક્રાંતિને આગળ વધારવા માટે 95 લાખ ખેડૂતોને લોનમાં અઢી ટકાની અપાશે છૂટ

2. કેન્દ્રીય કેબિનેટે સ્વચ્છ ભારત અભિયાનના બીજા તબક્કાની શરૂઆત ને આપી મંજૂરી-સાથે જ મહિલા સશક્તિકરણ માટે , આસિસ્ટન્ટ રિપ્રોડક્ટીવ રેગ્યુલેશન બીલને , સત્રમાં લાવવાને આપી લીલી ઝંડી-સાથે જ 22માં નીતી આયોગના ગઠનને આપી મંજૂરી-કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આપી માહિતી

રાજ્યમાં રાજપીપળા, નવસારી અને પોરબંદરમાં નવી મેડિકલ કોલેજ કરાશે શરૂ-રાજ્યના નાગરીકોને અત્યાધુનિક આરોગ્યની સવલત મળી રહે અને ઘર આંગણે તબીબી શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ

3.હવેથી કામદાર રાજ્ય વીમા યોજનાના દવાખાનામાં પણ સામાન્ય નાગરીકો મેળવી શકશે આરોગ્યની સવલતો-બાળકોના સર્વાંગી વિકાસ માટે ગાંધીનગર જિલ્લાના શાહપુર ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટીના નિર્માણને કેબિનેટે આપી મંજૂરી-આ યુનિવર્સિટી ખાતે બાળ શિક્ષણ, વાલી શિક્ષણ, સગર્ભા માતાઓનું કરાશે પ્રશિક્ષણ

4.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા સરકાર દ્વારા આદિવાસીઓના ઘરમાં હોમ સ્ટેની ઉભી કરાશે સુવિધા-આ હોમ સ્ટેમાં પાલનાઘર, એર કંડીશનર, ફ્રીઝ,ટીવી, સોફા જેવી તમામ હોટલ જેવી સગવડો રહેશે ઉપલબ્ધ-આ પ્રોજેક્ટ અંતર્ગત કેવડિયાની આસપાસના 116 આદિવાસી પરિવારની કરાઈ પસંદગી-સ્થાનિકોને મળી રહેશે રોજગારી

5.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ , આગામી અઠવાડિયાના તેમના ભારત પ્રવાસને લઈ ઉત્સાહિત - ટ્રમ્પે પોતાના વિડિયો સંદેશમાં પણ , પ્રધાનમંત્રી મોદીની કરી પ્રશંસા - ટ્રમ્પે કહ્યું એરપોર્ટથી લઈને મોટેરા સ્ટેડિયમ સુધી , લાખો લોકોના અભિવાદન માટે , તેઓ છે આતુર.

6.

7.રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે પ્રથમ બેઠક - વરિષ્ઠ વકિલની અધ્યક્ષતામાં થનારી બેઠકમાં , ટ્રસ્ટના તમામ સભ્યો થશે સામેલ - બેઠકમાં રામમંદિર નિર્માણની તારીખ, મોડેલ , અને નિર્માણ માટે જરૂરી ભંડોળ સહિત , અનેક મુદ્દે , થઈ શકે છે ચર્ચા.

8. ચીને કોરોના વાયરસ પર , પ્રથમ મેડિકલ રિપોર્ટ કર્યો જાહેર - દેશમાં ઘાતક વાયરસથી મૃતકોની સંખ્યા થઈ 2,000ને પાર - વુહાનથી લવાયેલ ITBP કેન્દ્રમાં રખાયેલ , 406 લોકો પૈકી , છેલ્લી બેચને પણ , આજે અપાઈ રજા - માનેસરમાં સેનાના કેમ્પમાં રખાયેલા , 248 લોકોને પણ અપાઈ રજા.

6. સોઈલ હેલ્થ કાર્ડ યોજનાના આજે પાંચ વર્ષ પૂર્ણ- સોઈલ હેલ્થ કાર્ડ થકી ખેડૂતોની જમીનની થાય છે તપાસ - દેશભરના 13 કરોડ 58 લાખ ખેડૂતોને અપાયા કાર્ડ- ખેડૂતોને ખેતી પાછળ થતો ખર્ચ ઓછો થયો , જ્યારે આવકમાં થયો વધારો.

7. 4 દિવસના સતત ઘટાડા બાદ શેર બજાર માટે વન્ડર ફૂલ વેનસ્ડે-કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે જોરદાર લેવાલીને પગલે , સેન્સેક્સમાં આવ્યો 429 અંકોનો ઉછાળો - દિવસના અંતે બીએસઈનો સેન્સેક્સ 429 અંક વધી , 41,323 ,, જ્યારે એનએસઈનો નિફ્ટી 133 અંક , વધી 12,126 અંકે થયો બંધ.

LatestNews,NewsInGujarati,BreakingNews,DDGirnarNews,

Post a Comment

0 Comments